શબ્દોને શોધવા ગયાં, અર્થો ભુલી ગયા;વર્ષો બધાં વિતી ગયાં, ચહેરો ભુલી ગયાં પુષ્પોને ચૂંટવા ગયા, ખુશ્બૂ ભુલી ગયાંએનું મકાન શોધવામાં, રસ્તો ભૂલી ગયાં. વ્હાલને વહેંચવા ગયા, વેચાઈ ખુદ ગયા;તમને જો પામવા ગયા, જગને ભુલી ગયાં સાકીને પૂછવા ગયા, આંસુ ક્યાં ગયા?અડધા ભળી ગયા સુરામાં, અડધા ભુલી ગયા. સૂરજને ખોળવા ગયા, સૃષ્ટિ ભુલી ગયાંપત્થરને પૂજાતા ‘કમલ’, …
