એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,
વચ્ચે એક કવિતાનું, અમથું, અમથું, શરમાવું.

વાસંતી વાયરામાં, પુષ્પોનું લહેરાવવું.
ટહુકે કોયલના, સરગમનું સર્જાવવું,
વચ્ચે એક શાયરનું, અમથું, અમથું ભમરાવવું..

રાતે, હોઠોનું ધીમું ધીમું મુસ્કુરાવવું,
પરોઢે ગઝલનું ગેસુમાં ગુંથાવવું,
વચ્ચે એક શમણાને, અમથું અમથું, પંપાળવું..

પ્રણયનું પહેલ છે, નયનોનું ટકરાવવું,
મહોબ્બતની મંઝિલ છે, આતમને મિલાવવું,
વચ્ચે એક હૈયાનું, અમથું, અમથું, નંદવાવવું…

ગીતાની શરૂઆત અર્જુનનો વિષાદયોગ,
ગીતાનો ઉપદેશ અર્જુનનો સન્યાસયોગ,
વચ્ચે આ ‘કમલ’નું અમથું, અમથું અટવાવવું.

ગાયક – રૂપકુમાર રાઠોડ

કવિ – કમલેશ સોનાવાલા

Spread the love

You might also enjoy:

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *