રસ્તા જૂનાં થાય તો પગલાં નવાં પાડો ‘કમલ’
ઉંમર વધે, ભલે વધે, ગઝલો નવી લખો ‘કમલ’
પ્રેમકહાણી હોય જૂની તો પાત્રો નવાં શોધો ‘કમલ’
શબ્દો વપરાઈ જાય તો મત્લા નવાં શોધો ‘કમલ’
તન્હાઈ લઈ ડૂબે સૂરજ, યાદો નવી લાવો ‘કમલ’
રાધા રૂપે આવે સનમ તો મુરલી બની વાગો ‘કમલ’
સજાવવા એની લટોને ગજરા ગઝલનાં ગૂંથો ‘કમલ’
શણગારવા એવી ક્ષણોને રોજ મહેફિલ રચો ‘કમલ’
મયખાને ભટકી તમે, જીવનનો મક્સદ શોધો ‘કમલ ‘
મંદિરે માથું પટકી ઈશ્વર નવો શોધો ‘કમલ’
કમલેશ સોનાવાલા