કુદરતમાં જ છે બ્રહ્મનાદ :
ॐ ॐ ॐ
જોને, આ ઝરણાં ઉછળી ઉછળીને ગાય છે બ્રહ્મનાદ :
ॐ ॐ ॐ
આ નિરવ શાંતિમાં સંભળાય છે મને બ્રહ્મનાદ ! કહે છે : ॐ ॐ ॐ
આ જ Life છે ! આ જ છે જીવન !
આ જ મર્મ છે બ્રહ્મનાદ : ॐ ॐ ॐ
આ હિમાચ્છિત શિખરોની વચ્ચે છે સૌમ્ય, શાંત સરોવર !
એ પણ ગાઈને રટણ કરે છે સદીઓથી બ્રહ્મનાદ : ॐ ॐ ॐ
અહીં મને મારો શ્વાસ સંભળાય છે ને નિઃશ્વાસ વિસરાય છે !
નાડીમાં રહેલ કરે સતત રટણ બ્રહ્મનાદ : ॐ ॐ ॐ
પેલી વાદળી મહીં છૂપાઈ છે એની અમીદૃષ્ટિ !
વરસી વરસીને ભીંજવે છે બ્રહ્મનાદ : ॐ ॐ ॐ
સુરેશ !
હવે આ સૂર્યમાં દેખાય છે મને બ્રહ્મનાદ !!
કહે છે કે : ॐ ॐ ॐ
હવે હીરા ! આ પૃથ્વીમાં મળી જાઉં !
એ જ છે જીવન….એ જ છે જીવન….!!!
અસ્તુ
બ્રહ્મનાદ : ॐ ॐ ॐ
કમલેશ સોનાવાલા