અમારી પાસે તમારા પ્રેમ સિવાય સઘળું હતું.
જીવન જીવવા માટે તમારા શ્વાસ સિવાયે સઘળું હતું.
નીંદર હરતા નયનોમાં સપનાં સિવાયે સઘળું હતું.
પુષ્પ કેરા વનમાં ખુશ્બો સિવાયે સઘળું હતું.
આકાશમાં સેંકડો સિતારા હતા
એક તમાકંતા તારલા સિવાયે સઘળું હતું.
શબ્દો હતાં, સુર હતી, દર્દીલી કહાની હતી.
એક શાયરીની સૂઝ સિવાયે સઘળું હતું.
મીણ જેવી આંખો હતી, હોઠ પર વીજળી હતી.
કેશમાં છુપાયેલ જ્વાળા સિવાયે સઘળું હતું.
માળા હતી, ગીતા હતી, મંદિર હતું.
‘કમલ’ની પાસે ઈશ્વર સિવાયે સઘળું હતું.