કવિતા

વહેલી સવારે

વહેલી સવારે ખુલે, ઘરની જ્યાં બારી અને ખુલે વાંસેલ બધાં બારણાં !સુરજના સોનેરી કિરણ અડતાં જ અહો અનહદનાં અમને ઓવારણા ! બુલબુલનો તોર જાણે એવો કે કંઠ એને આવીને બેઠાં છે ક્હાન !ફુલોની સાથે પતંગિયાને રોજ રોજ ઝાકળમાં કરવાનું સ્નાન ! સાવ રે સહજતાથી થઈ જાતી અણદીઠા ઈશ્વરની મધમીઠ્ઠી ધારણા ! વહેલી સવારે ખૂલે, ઘરની …

કવિતા

સઘળું હતું

અમારી પાસે તમારા પ્રેમ સિવાય સઘળું હતું.જીવન જીવવા માટે તમારા શ્વાસ સિવાયે સઘળું હતું. નીંદર હરતા નયનોમાં સપનાં સિવાયે સઘળું હતું.પુષ્પ કેરા વનમાં ખુશ્બો સિવાયે સઘળું હતું. આકાશમાં સેંકડો સિતારા હતાએક તમાકંતા તારલા સિવાયે સઘળું હતું. શબ્દો હતાં, સુર હતી, દર્દીલી કહાની હતી.એક શાયરીની સૂઝ સિવાયે સઘળું હતું. મીણ જેવી આંખો હતી, હોઠ પર વીજળી …

સંવેદન

મારા નયનનમાં – કમલેશ સોનાવાલા

મારા નયનનમાં, પોઢ્યા છે શ્યામ, વાટ તારી જોતી, શ્યામ તને શોધતી,             ક્યારે સંતાયા ઘનશ્યામ ધીમા ધીમા પગલાં લઇ, જમુનાના તીરે,             શોધું છું તમને મારા શ્યામ, સરક્યા જમુનાજીમાં, અશ્રુ મારા નૈનથી,             તો જમુનાના નિર થયાં શ્યામ, ખાલી ગાગર ભરી, જમુનાના જળ સખી,             ઊંચકી તો, કમર તારી લચકી, ભોળી હું એટલી, કેમેય ન …

કવિતા સંવેદન

બંધ કર નાટક – કવિ કમલેશ સોનાવાલા

બંધ કર નાટક તું, વિદુષક બની ‘કમલ’ જો બધા હસીને, ચાલ્યા ગયા હવે.ના ચાડિયો બનીને, તું ઊભો રહે ‘કમલ’ પંખી બધા ચણીને, ઊડી ગયા હવે. નિષ્ફળ પ્રણયની કેવી, આ નિશાની ‘કમલ’ સૂતા એ ચેનથી ને, તું જાગ્યા કરે હવે.બંદી બનાવે એવો પ્રેમ, ના કરીશ ‘કમલ’ મુમતાજને આ તાજ પણ, ગમતો નથી હવે. મદિરા પીવાની આરઝૂ, …

સંગઠન

શબ્દોને શોધવા ગયાં – કમલેશ સોનાવાલા

શબ્દોને શોધવા ગયાં, અર્થો ભુલી ગયા;વર્ષો બધાં વિતી ગયાં, ચહેરો ભુલી ગયાં પુષ્પોને ચૂંટવા ગયા, ખુશ્બૂ ભુલી ગયાંએનું મકાન શોધવામાં, રસ્તો ભૂલી ગયાં. વ્હાલને વહેંચવા ગયા, વેચાઈ ખુદ ગયા;તમને જો પામવા ગયા, જગને ભુલી ગયાં સાકીને પૂછવા ગયા, આંસુ ક્યાં ગયા?અડધા ભળી ગયા સુરામાં, અડધા ભુલી ગયા. સૂરજને ખોળવા ગયા, સૃષ્ટિ ભુલી ગયાંપત્થરને પૂજાતા ‘કમલ’, …

કવિતા
કવિતા સંગઠન

એક કાગળ, એક કલમ….

એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,વચ્ચે એક કવિતાનું, અમથું, અમથું, શરમાવું. વાસંતી વાયરામાં, પુષ્પોનું લહેરાવવું.ટહુકે કોયલના, સરગમનું સર્જાવવું,વચ્ચે એક શાયરનું, અમથું, અમથું ભમરાવવું.. રાતે, હોઠોનું ધીમું ધીમું મુસ્કુરાવવું,પરોઢે ગઝલનું ગેસુમાં ગુંથાવવું,વચ્ચે એક શમણાને, અમથું અમથું, પંપાળવું.. પ્રણયનું પહેલ છે, નયનોનું ટકરાવવું,મહોબ્બતની મંઝિલ છે, આતમને મિલાવવું,વચ્ચે એક હૈયાનું, અમથું, અમથું, નંદવાવવું… ગીતાની શરૂઆત અર્જુનનો વિષાદયોગ,ગીતાનો …

કવિતા

જિંદગી જાય વીતી…

મેં તો મોરપીંછની મઢૂલી બનાવી મારા શ્યામતમે કેમ નથી લેતાં આવવાનું નામ ?જિંદગી જાય વીતી આમને આમ મેં તો મોરપીંછની…. કદંબ તણી ડાળીથી નીરખે એ ગોપી જળમાંનીતર્યું છે રાધા-યૌવન, પ્રભુ પડ્યા પ્રણયમાં રાધા વસે છે તારા દિલમાં ઘનશ્યામજિંદગી જાય વીતી આમને આમ કાલિન્દીને કાંઠે તલસે છે શ્યામને મળવારજકણ બનીને વિખર્યાં રાધા ચરણને ચૂમવા મારો આતમ …

સંવેદન

તમોને પ્રેમ કરું છું હું

કહી દો અમોને તમે… વારંવાર વારંવાર… તમોને પ્રેમ કરું છું હું ગુંજન કરો કાનોમાં વારંવાર વારંવાર… તમોને પ્રેમ કરું છું હું કોરો નથી કાગળ છુપ્યા છે ફૂલ પ્રણયનાં ત્યાં. શબનમ બનીને લખો વારંવાર, વારંવાર તમોને પ્રેમ કરું છું હું સરિતા અને સાગર બંધન છતાં સ્પંદનસંગમ અધરનો કહે વારંવાર, વારંવાર તમોને પ્રેમ કરું છું હું આ …

સંવેદન

ચાલો તમારા પ્રેમની

ચાંદ સમા ચહેરા તણી,તસવીર બનાવી દઉં..ને રે રીતે તમને નયનનાખ્વાબ બનાવી દઉં… ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં,એ રીતે તમેન અમારા શ્વાસ બનાવી દઉં. શબ્દો તણાં પુષ્પો ગુંથી ગજરો બનાવી દઉં,એ રીતે તમને ગઝલના પ્રાસ બનાવી દઉં સાકી, સૂરા અને શાયરી, મહોબ્બત બનાવી દઉંએ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં. હથેલી તણી લકીરને, કિસ્મત …

સંવેદન

માંગી મેં પાંખડી

વખતના વહેણમાં અટકી ગઈ યાદ તણી ગઝલતમારાં નયનમાં બાંધી છતાં, છટકી ગઈ ગઝલ… માંગી મેં પાંખડી, તેં આપ્યું ગુલાબઅણિયાળી આંખડી ને છલકે શરાબ, માંગી મેં પાંખડી…માંગ્યો મેં મોરલો દીધો ઝરમર વરસાદટમકંતો તારલો જાણે સાજનનો સાદ… માંગી મેં પાંખડી…માંગી મેં ચાંદની… તે ઉઘાડ્યો નકાબ, ચહેરો તમારો જાણેફૂલોનો શબાબ.. અણિયાળી આંખડી માંગ્યું મેં મન દીધું આખું ગગનઅંગડાતું …