કહી દો અમોને તમે…
વારંવાર વારંવાર…
તમોને પ્રેમ કરું છું હું
ગુંજન કરો કાનોમાં
વારંવાર વારંવાર…
તમોને પ્રેમ કરું છું હું
કોરો નથી કાગળ
છુપ્યા છે ફૂલ પ્રણયનાં ત્યાં.
શબનમ બનીને લખો
વારંવાર, વારંવાર
તમોને પ્રેમ કરું છું હું
સરિતા અને સાગર
બંધન છતાં સ્પંદન
સંગમ અધરનો કહે
વારંવાર, વારંવાર
તમોને પ્રેમ કરું છું હું
આ મૌન તણાં મંદિરમાં
અંતર તણો અજવાસ
ધડકન ધડકતી કહે
વારંવાર, વારંવાર
તમોને પ્રેમ કરું છું હું.
કવિ : કમલેશ સોનાવાલા
સ્વર : સાધના સરગમ, પાર્થિવ ગોહિલ