ચાંદ સમા ચહેરા તણી,
તસવીર બનાવી દઉં..
ને રે રીતે તમને નયનના
ખ્વાબ બનાવી દઉં…
ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં,
એ રીતે તમેન અમારા શ્વાસ બનાવી દઉં.
શબ્દો તણાં પુષ્પો ગુંથી ગજરો બનાવી દઉં,
એ રીતે તમને ગઝલના પ્રાસ બનાવી દઉં
સાકી, સૂરા અને શાયરી, મહોબ્બત બનાવી દઉં
એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં.
હથેલી તણી લકીરને, કિસ્મત બનાવી દઉં
એ રીતે જીવવા તણું, બહાનું બનાવી દઉં.
અટકી ગઈ જ્યાં જિંદગી, મંઝિલ બનાવી દઉં
એ રીતે ખાલી કબર, બિસ્તર બનાવી દઉં
કલ્પવૃક્ષની છાંવમાં મંદિર બનાવી દઉં
એ રીતે (ઓ) પથ્થર તને ઈશ્વર બનાવી દઉં
કવિ : કમલેશ સોનાવાલા
સ્વર : રૂપકુમાર રાઠોડ