મારા નયનનમાં, પોઢ્યા છે શ્યામ,

વાટ તારી જોતી, શ્યામ તને શોધતી,

            ક્યારે સંતાયા ઘનશ્યામ

ધીમા ધીમા પગલાં લઇ, જમુનાના તીરે,

            શોધું છું તમને મારા શ્યામ,

સરક્યા જમુનાજીમાં, અશ્રુ મારા નૈનથી,

            તો જમુનાના નિર થયાં શ્યામ,

ખાલી ગાગર ભરી, જમુનાના જળ સખી,

            ઊંચકી તો, કમર તારી લચકી,

ભોળી હું એટલી, કેમેય ન સમઝી,

            કે જળમાં છુપાયા’તા શ્યામ.

જીવનની સાંજ પડી, નીંદર ઘેરાણી સખી,

            ભવ ભવની પ્રીત લઇ પોઢી, હું શ્યામ સંગ,

            કે હવે ખોલશો ન પોપચા લગાર.

સંગીત : કૌમુદી મુનશી

સ્વર : અશ્વિની ભીડે

Spread the love

You might also enjoy:

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *