કવિતા

વણઝારણનું ગીત

ઊડતાં પતંગિયાને ભીતરમાં ભાળીને આંગણને સાથિયે સજાવીએ…ઊંડે ઊંડેથી દિલના પારેવાને પિંજરથી ધીમે ધીમે છોડીએ… અણજાણી પાઘડીને પ્રિતમ બનાવીને મીંઢળને જેમ તેમ બાંધીએ…નીતરતી ચોળીનાં તસતસ અરમાનોને ગોળીએ ઝૂલાવીને દાટીએ… રેતીનાં રણમાં નિરખીને ઝાંઝવા, આંધીને આંખોમાં આંજીએ…સંધ્યાની લાલીથી મનનાં એકાંતને આ વારતામાં સંતાડી રાખીએ… શ્વાસોનાં જંતર પર કેસરિયા વાલમને અંતરનાં ગજથી બોલાવિયે…વણઝારો વેશ ધરી સપ્તરંગી રણમાં આ …

Blog કવિતા

પગલાં નવાં પાડો ‘કમલ’

રસ્તા જૂનાં થાય તો પગલાં નવાં પાડો ‘કમલ’ઉંમર વધે, ભલે વધે, ગઝલો નવી લખો ‘કમલ’ પ્રેમકહાણી હોય જૂની તો પાત્રો નવાં શોધો ‘કમલ’શબ્દો વપરાઈ જાય તો મત્લા નવાં શોધો ‘કમલ’ તન્હાઈ લઈ ડૂબે સૂરજ, યાદો નવી લાવો ‘કમલ’રાધા રૂપે આવે સનમ તો મુરલી બની વાગો ‘કમલ’ સજાવવા એની લટોને ગજરા ગઝલનાં ગૂંથો ‘કમલ’શણગારવા એવી ક્ષણોને …