હું જીવી નથી શકતો, એની યાદો જીવે છે હજી.હું મરી નથી શકતો, એની યાદો જીવે છે હજી .હું રડી નથી શકતો, એની યાદો જીવે છે હજી.હું ભૂલી નથી શકતો, એની યાદો જીવે છે હજી. એ યાદો નથી પણ તું છે.એ તું નથી પણ હું છું.જ્યાં સુધી હું અને તું એક છીએ, ત્યાં સુધી યાદો અને …
ચાંદ માટે ગીત છે !
સૂર્ય માટે કવિતા ને ચાંદ માટે ગીત છે !ભવભવનાં નાતા, એ જન્મોનાં મિત છે ! હૈયું ખોલું તો વ્હેતું એક ઝરણ છે…દિલને કહું બોલ, તો હલતું એક તરણ છે… અક્ષર કહી જાતાં, મારા મનમાં બુલબુલ છે !સાક્ષરો ક્યાંથી જાણે કે બોલ આ અણમોલ છે ! સૂર્ય માટે કવિતા ને ચાંદ માટે ગીત છે !ભવભવનાં નાતા, …
ઝરણ થઈ રહે છે
કુદરત મહીં પ્રેમ ઝરણ થઈ રહે છે.પાંપણ મહીં સ્વપ્નો ભ્રમણ થઈ રહે છે. રેત પરનાં પગલાં સ્મરણ થઈ રહે છે,યાદો ફરી યાદોમાં શરણ થઈ રહે છે. યુવાની આ હૈયામાં હરણ થઈ રહે છે,જીવન તો પ્રભુનું રટણ થઈ રહે છે. પૃથ્વી પર પડછાયો, ગ્રહણ થઈ રહે છે,હંસલો બનીને કાગ, મરણ પછી રહે છે ! કમલેશ સોનાવાલા
દિવાળીમાં મહાબળેશ્વર
દિવાળીમાં મહાબળેશ્વરપતંગિયાનાં ખૂનનો હું સાક્ષી !એની સુંદર રંગીન પાંખો એનેપુષ્પને બદલે મૃત્યુ તરફ લઈ ગઈ?! પતંગિયાની મૂંગી ચીસ કોઈએ પણ ન સાંભળી !પતંગિયું તરફડી રહ્યું !ઈસુની માફક પીન ઠોકી એને વીંધીને મારી નાખ્યું !!! શાળાનો Project,Nature study માટેનો ! પછી વ્યાઘ્રચર્મની માફક દિવાલ ઉપર લટકાવી દીધું…..! દિવાળીમાં મહાબળેશ્વરપતંગિયાનાં ખૂનનો હું સાક્ષી ! આવતી દિવાળીમાંહું મુંબઈમાં …
ફરમાવવાનું છે !
વર્ષો સુધી માણી ધીમી દરિયા તણી લહેરો,એ મધદરિયે તોફાનને પડકારવાનું છે ! ખેંચી નથી રેત પર હથેળીની એ લકીરોને;તદબીરથી તકદીરને શણગારવાનું છે ! બની કાયર, વેડફે આ અમૂલી જીંદગાનીને,બની નીડર ક્ષણેક્ષણને સતત બિરદાવવાનું છે ! નથી કંઈ દુઃખ તણાં બ્હાના કે પીવા વિષ તણાં પ્યાલાશિવ અને શક્તિ સર કરવા છલકાવવાનું છે ! સંતાવવું બની નથી …
શ્યામ માટેનું ગીત !
મેં તો મોરપિચ્છની મઢુલી બનાવી મારા શ્યામ;તમે આવવાનું કોઈ ‘દિ શું લેશો નહીં નામ? કોઈ રાધાને કહી દો, એનો શ્યામ નથી આ વનમાં !શોધે ભલે દિવાની; એ તો છૂપ્યો છે એના તન-મનમાં ! કદંબ તણી ડાળીથી નિરખે છે એ ગોપી જળમાં;નીતર્યું છે રાધા યૌવન, ખુદ પ્રભુ પણ પડ્યા પ્રણયમાં ! કાલિન્દીને કાંઠે તરસે એ શ્યામને …
વહેલી સવારે નીંદર
વહેલી સવારે નીંદરને પૂછ્યું કે હવે જાવું નથી તારે ઘેર ?નીંદર કહે કે શી છે ઉતાવળ તને; મને પડખું ફેરવવા તો દે ! ફરી થોડીવારે આંખો ઘેરાણી, નયનોને પૂછ્યું કે જાગવું નથી કે તારે કેમ?નયનો કહે કે શી છે ઉતાવળ તને; મને સપનાઓ તો સાચવવા દે ! આમતેમ જોઈ મારી જાતને પૂછ્યું, ઊઠવું નથી કે …
સાગર અને મન
ઉંડાણે ઉંડાણે રંગો બદલાતાં સાગર અને મનને મળું છું,સંધ્યાનાં સાગરમાં ડૂબકી મારી, સવારે સૂરજને મળું છું. સાગર અને મનનાં બંને તરંગોમાં હોડી બનીને સરું છું;તરંગોમાં છૂપાયેલી રંગીન દુનિયામાં નવા ચશ્માં ચડાવી ફરું છું. સાગર શશિના ચૂંબન મહીં વાચા વિના હું ભળું છું,ભૂલાયેલી યાદોમાં તમને ફરી અહીં કુદરત કરિશ્મે મળું છું. વર્ષો પછી નિરાંતે વખતને વિસામો …