કુદરત મહીં પ્રેમ ઝરણ થઈ રહે છે.
પાંપણ મહીં સ્વપ્નો ભ્રમણ થઈ રહે છે.
રેત પરનાં પગલાં સ્મરણ થઈ રહે છે,
યાદો ફરી યાદોમાં શરણ થઈ રહે છે.
યુવાની આ હૈયામાં હરણ થઈ રહે છે,
જીવન તો પ્રભુનું રટણ થઈ રહે છે.
પૃથ્વી પર પડછાયો, ગ્રહણ થઈ રહે છે,
હંસલો બનીને કાગ, મરણ પછી રહે છે !
કમલેશ સોનાવાલા