દિવાળીમાં મહાબળેશ્વર
પતંગિયાનાં ખૂનનો હું સાક્ષી !
એની સુંદર રંગીન પાંખો એને
પુષ્પને બદલે મૃત્યુ તરફ લઈ ગઈ?!

પતંગિયાની મૂંગી ચીસ કોઈએ પણ ન સાંભળી !
પતંગિયું તરફડી રહ્યું !
ઈસુની માફક પીન ઠોકી એને વીંધીને મારી નાખ્યું !!!

શાળાનો Project,
Nature study માટેનો !

પછી વ્યાઘ્રચર્મની માફક દિવાલ ઉપર લટકાવી દીધું…..!

દિવાળીમાં મહાબળેશ્વર
પતંગિયાનાં ખૂનનો હું સાક્ષી !

આવતી દિવાળીમાં
હું મુંબઈમાં જ રહીશ !
કારણ કે,
અહીં પતંગિયા જ હોતા નથી…!
અહીં પતંગિયા જ હોતા નથી…..!!!

કમલેશ સોનાવાલા

Spread the love

You might also enjoy:

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *