હું જીવી નથી શકતો, એની યાદો જીવે છે હજી.
હું મરી નથી શકતો, એની યાદો જીવે છે હજી
.
હું રડી નથી શકતો, એની યાદો જીવે છે હજી.
હું ભૂલી નથી શકતો, એની યાદો જીવે છે હજી.
એ યાદો નથી પણ તું છે.
એ તું નથી પણ હું છું.
જ્યાં સુધી હું અને તું એક છીએ, ત્યાં સુધી યાદો અને હકીકત એકજ છે !
ઈશ્વર ! તારી ભૂલ છે કે તે એને મારી યાદ બનાવી છે.
ભૂલી જઈશ એને તો તને પણ ભૂલી જઈશ !
હૃદયમાં એ છે એટલે તો તું છે !
નથી એને માંગતો પ્રાર્થનામાં તારી પાસે,
ખરી પ્રાર્થના તો ઈશ્વરને મળવાની હોય છે ને?
માંગું છું હું ઈશ્વર
કારણકે મારા માટે એ, એની યાદ અને ઈશ્વર સર્વ એકજ છે !
સર્વ એકજ છે !
કમલેશ સોનાવાલા