ઉંડાણે ઉંડાણે રંગો બદલાતાં સાગર અને મનને મળું છું,
સંધ્યાનાં સાગરમાં ડૂબકી મારી, સવારે સૂરજને મળું છું.
સાગર અને મનનાં બંને તરંગોમાં હોડી બનીને સરું છું;
તરંગોમાં છૂપાયેલી રંગીન દુનિયામાં નવા ચશ્માં ચડાવી ફરું છું.
સાગર શશિના ચૂંબન મહીં વાચા વિના હું ભળું છું,
ભૂલાયેલી યાદોમાં તમને ફરી અહીં કુદરત કરિશ્મે મળું છું.
વર્ષો પછી નિરાંતે વખતને વિસામો બનીને મળું છું.
ગઢપણની વીતી સફેદી સજાવીને બચપણને મારા, મળું છું !
કમલેશ સોનાવાલા