મેં તો મોરપિચ્છની મઢુલી બનાવી મારા શ્યામ;
તમે આવવાનું કોઈ ‘દિ શું લેશો નહીં નામ?

કોઈ રાધાને કહી દો, એનો શ્યામ નથી આ વનમાં !
શોધે ભલે દિવાની; એ તો છૂપ્યો છે એના તન-મનમાં !

કદંબ તણી ડાળીથી નિરખે છે એ ગોપી જળમાં;
નીતર્યું છે રાધા યૌવન, ખુદ પ્રભુ પણ પડ્યા પ્રણયમાં !

કાલિન્દીને કાંઠે તરસે એ શ્યામને મળવાં
રજકણ બની એ વિખર્યા; રાધાચરણને ચૂમવાં !

નજરું ના જગની લાગે ઘનશ્યામ તણાં મિલનમાં
કાજળ બની વસ્યા એ રાધા તણાં નયનમાં !

મેં તો મોરપિચ્છની મઢુલી બનાવી મારા શ્યામ;
તમે આવવાનું કોઈ ‘દિ શું લેશો નહીં નામ?

કમલેશ સોનાવાલા

Spread the love

You might also enjoy:

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *