વર્ષો સુધી માણી ધીમી દરિયા તણી લહેરો,
એ મધદરિયે તોફાનને પડકારવાનું છે !
ખેંચી નથી રેત પર હથેળીની એ લકીરોને;
તદબીરથી તકદીરને શણગારવાનું છે !
બની કાયર, વેડફે આ અમૂલી જીંદગાનીને,
બની નીડર ક્ષણેક્ષણને સતત બિરદાવવાનું છે !
નથી કંઈ દુઃખ તણાં બ્હાના કે પીવા વિષ તણાં પ્યાલા
શિવ અને શક્તિ સર કરવા છલકાવવાનું છે !
સંતાવવું બની નથી ટહુકા વસંત તણાં
ખિલખિલ સ્વનાં તડકામાં કરમાવવાનું છે !
હું પ્રેમ કરું છું, પ્રેમ કરીને થાક્યો આ શાયર,
ખુમારી ભરી ગઝલથી તને લલકારવાનું છે !
ખૂબ કર્યું તારું રટણ, હે ખુદા ! પત્થરો સામે
થઈ જા, તું હાજર અહીં, એ ફરમાવવાનું છે !
કમલેશ સોનાવાલા