ઊડતાં પતંગિયાને ભીતરમાં ભાળીને આંગણને સાથિયે સજાવીએ…
ઊંડે ઊંડેથી દિલના પારેવાને પિંજરથી ધીમે ધીમે છોડીએ…
અણજાણી પાઘડીને પ્રિતમ બનાવીને મીંઢળને જેમ તેમ બાંધીએ…
નીતરતી ચોળીનાં તસતસ અરમાનોને ગોળીએ ઝૂલાવીને દાટીએ…
રેતીનાં રણમાં નિરખીને ઝાંઝવા, આંધીને આંખોમાં આંજીએ…
સંધ્યાની લાલીથી મનનાં એકાંતને આ વારતામાં સંતાડી રાખીએ…
શ્વાસોનાં જંતર પર કેસરિયા વાલમને અંતરનાં ગજથી બોલાવિયે…
વણઝારો વેશ ધરી સપ્તરંગી રણમાં આ ચાદરને પાછી રંગાવીએ…
કમલેશ સોનાવાલા